પાટણ
જિલ્લાના સાંતલપુર, રાધનપુર અને સમી પંથકને અડીને આવેલા રણ વિસ્તારમાં
હાલમાં ફ્લેમિંગો અને કુંજ સહિતના ૧.૫૦ લાખ જેટલા પક્ષીઓએ ઉતરાણ કર્યું
હોવાનો અંદાજ વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી પાણીના પક્ષીઓની ગણતરીમાં મળ્યો
છે.
ચોમાસામાં વરસાદ સારો થતાં આ રણ વિસ્તારના કેટલાક ભાગોમાં જળાશયોની જેમ પાણીના તલાવડાં ભરાયા હતા. શિયાળાની શરૂઆતથી પાણી છીછરુ થવા લાગતાં આ વિસ્તારમાં કચ્છના રણમાં વસવાટ કરતાં ફ્લેમિંગો અને કુંજ સહિતના પક્ષીઓએ ઉતરાણ કર્યું હતું. હાલમાં ૧.પ૦ લાખથી પણ વધુ સંખ્યામાં વિવિધ પક્ષીઓનો રણ વિસ્તારમાં કલરવ સંભળાઇ રહ્યો છે

No comments:
Post a Comment