Wednesday, May 22, 2013

First e-Newsletter of Bharuch Nature Club

Volume #1                 May 2013
Welcome to Bharuch Nature Club
પ્રસ્તાવના:
 નમસ્કાર ! સૌ મિત્રો મજામા હશો. ભરૂચ નેચર કલબ તરફથી e-Newsletter નો પ્રથમ અંક આપ સૌ મિત્રો સમક્ષ રજૂ કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ મિત્રો તરફથી પણ સારો આવકાર અને પ્રતિસાદ મળશે તેવી અમને આશા છે. આપણો ભરૂચ જીલ્લો પશ્ચિમે દરિયા કિનારા સાથે  જ્યારે પૂર્વમા સાતપૂડાની ટેકરીઓ અને શૂળપાણિશ્વરના જંગલો સાથે જોડાયેલો હોવાને કારણે કુદરતી સ્મૃધ્ધતાની બાબતમા આગવુ સ્થાન ધરાવે છે. તેમા વળી માઁ નર્મદા જેવી રાજ્યની સૌથી વિશાળ અને વિપુલ જળરાશી ધરાવતી નદી ભરૂચના આંગણેથી પસાર થતી હોય ત્યારે કુદરતી સમૃધ્ધિમા કોઇ ખોટ રહે ખરી ? ખરેખર આપણે ભરૂચવાસીઓ ખુબ ભાગ્યશાળી છીએ. આખો ભરૂચ જીલ્લો નર્મદાની ગોદમા સમાયેલો છે અને નૈસર્ગિક સૌદર્ય છૂટા હાથે વેરાયેલુ છે પણ આપણે આપણી આ કુદરતી સંપદા પ્રત્યે સભાન છીએ ખરા ? પશુ,પક્ષીઓ,પ્રાણીઓ,વૃક્ષો,લતા-વેલાઓ,અસંખ્ય જીવજંતુઓથી સમૃધ્ધ કુદરતમા આપણે એકલા નથી અને એટલે જ આપણુ અસ્તિત્વ સલામત છે. પણ વિકાસની હરિફાઇમા આપણે આપણા સિવાયના વિશ્વથી અજાણ બની રહ્યા છે અથવા જાણ્યે અજાણ્યે તેની ઉપેક્ષા કરી રહ્યા છીએ. આપણે જ્યારે વિકાસની હરણફાળો ભરી રહ્યા છીએ ત્યારે આપણી પ્રાકૃતિક સંપદા તરફ આપણી જવાબદારીઓ પણ એટલી જ વધી જાય છે. વિકાસની હરણફાળમા કુદરતની અવગણના ના થઇ શકે. આપણી સતત ભાગતી રહેતી રોજ-બરોજની દુનિયામાથી થોડો સમય કાઢી પ્રકૃતિને નિરખી લેવાની વૃતિ કેળવીશું તો જરૂરથી આપણે સૌ નૈસર્ગિક સંપત્તિને સાચવવા તરફ પણ એક પગલુ માંડી શકીશુ. વધુને વધુ લોકો કુદરત તરફ એક નજર માંડતા થાય તે જ આપણા સૌ નો  હેતુ છે. તેના ભાગ રૂપે ભરૂચ નેચર કલબના નામે સૌ મિત્રોને સંગઠિત કરવાનુ નક્કી કર્યુ. સૌ મિત્રો વચ્ચે એક સંપર્કસેતુ બને અને  આપણી આસપાસની ઉપયોગી માહિતિ નાના મોટા સૌને મળતી રહે એ હેતુથી  શ્રી હિરેનભાઇ મજીઠીયાએ e-Newsletter પ્રકાશિત કરવાનો વિચાર પણ રજૂ કર્યો અને અમે સૌ મિત્રો શ્રીનીતીન ભટ્ટ, શ્રીઅમિત દવે, શ્રીજુગલકિશોર પટેલ, શ્રીઘનશ્યામસિંહ ડાભીને પણ તે યોગ્ય લાગતા ઉત્સાહપૂર્વક સૌ મિત્રોએ નક્કી કર્યુ કે હાલમા પ્રાયોગિક ધોરણે દર મહિને e-Newsletter પ્રકાશિત કરવો. જેના ફળ રૂપે આ પ્રારંભિક અંક આપ સૌ સમક્ષ રજૂ કરતા અમે સૌ મિત્રો રોમાંચ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. પ્રથમ અંક હોવાથી હજી તેનુ ચોક્ક્સ માળખુ નક્કી કરેલ નથી પણ સમય સાથે આપ સૌના પ્રતિસાદ અને આપણા સૌની જરૂરિયાતના આધારે તેનુ માળખુ નિશ્ચિત કરતા જઇશુ. આપ સૌ મિત્રો પણ તમારા મંત્વયો, પ્રકૃતિ અવલોકનો, પ્રકૃતિ નોંધ વગેરે આ e-Newsletter માં રજૂ કરી સહભાગી થશો તો અમને આનંદ થશે અને e-Newsletter વધુ સમૃધ્ધ બનાવી શકાશે. તમારા વિચારો, મંત્વ્યો કે નોંધ તમે bharuch.nature.club@gmail.com પર મોકલી શકો છો. આપ સૌ મિત્રોના સહકારની અપેક્ષા સહ. આભાર.
 
 
Horizontal Line
 
હવે પછીના eNewsletter માં એક પક્ષી વિષે, એક વૃક્ષ/છોડ વિષે લેખ હશે જે ફોટોગ્રાફ સાથે હશે. આઉપરાંત, સામાન્ય/વિશેષ માહિતી અને પ્રકૃતિ વિષે થોડી માહિતી હશે.
તમે પણ તમારા વિચારો, ફોટો સાથેના લેખ અને નોટ્સ ઉપર રહેલ eMail પર મોકલી શકો છો.
 
***********************   
આ પ્રયાસોને વધુ અસરકારક બનાવે તેવા આપના સૂચનો આવકાર્ય છે.
**************************